Gujarati Quote in Motivational by પાર્થ ખાચર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કરુણા

"રડતી આંખોનો રાજીપો"

ભગવાન ક્યારેક કોઈ સારા કામમાં નિમિત્ત બનાવતા હોય છે અને એજ જીવનની સાર્થકતા છે...
શું લખું સાહેબ આજે આખા ઘરની આંખોમાં આંસુ છે ....હા... ખુશીના ....સંતોષના....સંવેદનાના...
ચાર મહિના પહેલાં સોસાયટીના એક વૃદ્ધ વિધવા માજીની રડતી આંખોના આંસુ લૂછવાનું નાનું એવું કામ કર્યું હતું.....જે તે સમયે સુરેન્દ્રનગર માં રહેતાં હોવાથી એમનાં તમામ ડોક્યુમેન્ટ્સ ત્યાં ના અને હવે જીવનની ઢળતી સંધ્યાએ બોટાદ અંતિમ મુકામ હતો...
આજના સમયની એ સૌથી મોટી કરૂણતા છે કે સંતાનોની હૈયાતી હોવા છતાં ઘણાં માવતર નિરાધાર જોયા છે....ઈશ્વર કદી માફ ના કરે આવા સંતાનોને જે મા-બાપની આંતરડી કકળાવતા રહે છે.....
આ દરિદ્રનારાયણ માવડીના આંસુ કાયમી લૂછી શકાય એ માટે મેં વિધવા પેંશન માટે જાણ્યું અને કાર્યવાહી શરૂ કરી...પણ બધાં જ ડોક્યુમેન્ટ બીજા જિલ્લાનાં... ખૂબ મથામણ પછી આધારકાર્ડ... રેશનકાર્ડ... સાથે સંવેદના નું સરનામું બોટાદ થયું....
આદરણિય ભટ્ટજી જેવા સંવેદનશીલ અધીકારીશ્રીઓનો સાથ મળ્યો....પ્રારંભિક બધું કામ પુર્ણ થયું.... સાહેબને નાની અમથી ભલામણ અને મારા માટે લાગણીથી ઘરની વિઝીટ પણ ત્વરિત પુર્ણ થઈ...... માજી થોડા દિવસમાં હવે રાહત હો.....ત્યાં સુધી હું છું હો......આ રાજીપો એમની ઉદાસી હણી લેતો અને દુર્લભ બોખલા સ્મિતમાં મને ભગવાન દેખાતો.....

અચાનક અત્યારે મારા ઘેર આવ્યા.... ચહેરો આનંદત......હરખીલો.....હું તો ભુલી ગયેલો......ઘણાં દિવસોએ આવ્યાં એટલે મે ખબર અંતર પુછ્યા હજી હું કંઈ બોલવા જાવ એ પહેલા તો ઉભા થઈ માથા પર હાથ મુક્યો......ઓહ......આસું ચોધાર....... હું પણ સ્તબ્ધ.... સાહેબ તમારા આખા પરિવાર નું મારી કુળદેવી મોમાઈ ખૂબ ભલુ કરે....તમારા સુર્યદીપને સો વરહનો કરે....ખુબ સુખી થાવ સાહેબ.....એક સાથે અધધધ આશીર્વાદના ઉદગારો સરી પડ્યાં....મને થયું કે મે એવું તો શું કર્યું કે આ આસું સાથેનો સ્નેહભાવ ......"સાહેબ મારું પેન્શન શરુ થઈ ગયું..." મને તો ખબર નહોતી એક સાથે ત્રણ મહિનાનું પેન્શન આવ્યું.....આખો મહિનો આ ઝાખપવાળી આંખે ટિકી ટાંકતી તો ત્રણસો -ચારસોનું કામ માંડ ......ભલું થાજો સાહેબ.....આ ઉંમરે હું શું કરત.....?? એક સાથે કેટલાય ઉદગારો ...મારો બોલકો સ્વભાવ આજ મૌન બની ગયો હતો.....આંખો ભરાય આવી હતી.....સામે ગંગા -જમના..... ચોધાર....મૌન તોડ્યું.... બેસાડ્યા....પાણી પાયું....રાજીપો વ્યક્ત કર્યો....નાના માણસના આશીર્વાદ કેટલા સસ્તા હોય છે.....મેં માત્ર એક માનવતા નિભાવી હતી પણ એ કોઈના જીવનનો સહારો બની...
સમજાવ્યા...." માજી આ કોઈ મોટુ કામ નથી...મેં તો મારી નૈતિક ફરજ બજાવી છે....તમે રાજી તો ....મારુ કામ સાર્થક.....પણ આ માજી તો ...શું કહું..યાર....મને કે ...હું આ ઉપકાર નહીં ચૂકવી શકું પણ આ ભઈલાને એક રમકડું લઈ દેજો.....મારુ હૃદય રાજી થશે....એમ કહી...સુદામો પોટલી સંઘરતો એમ સંઘરી રાખેલા....500 રૂપિયા મારા સૂર્યદીપ સામું ધરી કે...લ્યો ભાઈ એક સારું રમકડું લઈ લેજો....હું ખૂબ રાજી છું......આ મારા આશીર્વાદ સાથે એક રમકડું......અરે...!!! માજી.....મારી અને પરિવારની આંખો આ માજીની ઉદારતા અને પ્રેમ સામે ભરાઈ આવી.......માંડ સમજાવી....કાલે જ આપના વતી એક રમકડું સૂર્યદીપને લઇ આપીશ એમ કહી .....રૂપિયા એમને સહ આદર પાછા આપ્યા..... ને....મેળવ્યા...લાખોના આશીર્વાદ........મારો સૂર્યદીપ માજી માટે રસોડામાંથી મોતીચૂર લાડુ લાવ્યો...ને માજીનું મો મીઠું કરાવ્યું.....અધધ રાજીપા સાથે....ક્યારેય કોઈપણ કામ પડે તો તમારું પોતાનું જ ઘર સમજી આવી જાજો આ શબદ સાથે...દરવાજા સુધી વળાવ્યા........આજ મારો "રડતી આંખોનો રાજીપો....ક્યારેક અનાયાસે થયેલી મદદ કોઈ માટે એક આશાનું કિરણ બની જાય છે....આ આજ ફરી અનુભવ્યું.....આવા 51 સદકાર્યો કરવાનું આજે મનોમન નિમ લીધું હો......કેમ કે આ આશીર્વાદ....આ સંવેદના... આ ભાવ....બીજા કોઈ કાર્યમાં દુર્લભ....બીજાનું દુખ જ્યારે પોતીકું લાગે ત્યારે પ્રગટે તે છે કરુણા

પાર્થ ખાચર
કેળવણી નિરીક્ષક શ્રી બરવાળા (ઘે) (તાલુકો)

Gujarati Motivational by પાર્થ ખાચર : 111586804
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now