આજ તારું હોવું મને સ્પર્શી ગયું .
તારું સ્મિત મારા દિલ માં વસી ગયું .
એક તું જ તો છે આ દિલ નો માલિક ,
તારા એક દર્શન માટે આ દિલ તરસી ગયું .
ખોબો ભરીને માંગ્યો તારો પ્રેમ .
ક્યાં ખબર હતી એમ આસાની થી નહિ મળે .
કે તારું આમ તડપાવવું મારા પર હસી ગયું .
જો તારી આંખો નો એક અણસાર મળ્યો હોત
મારુ અસ્તિત્વ પણ છોડી ને આવત હું ,
કે તારું અણધાર્યું રિસાવું મને રહેંસી ગયું .
એક તો અણસાર આપ તારા પ્રેમ નો કે મારા વહેમ નો
જો તારી યાદ માં આંખો નું આ આભ
મારા પર કેવું વરસી ગયું .