જો કરવું જ હોય પશુ જેવું વર્તન,
તો ફગાવી દો 'નારી તું નારાયણી'ની માન્યતાને,
જેને ગણી પૂજનીય તેનું સમ્માન ન કરી શકે,
તો ગયો છે માનવ જન્મ એળે,
હવે જો માનવતા ન રહી હોય,
તો હવે તેના વિશે પ્રવચન આપવાનો શું અર્થ?
કરે જ્યારે સ્ત્રી સાથે પશુ જેવું વર્તન,
ત્યારે એ તેમની માતા, બહેન ને ભૂલી જતાં હશે?
#પશુ