#પશુ
કૃષ્ણ,કાનુડો તું વનમાળી,
ગોકુળમાં ગાયો ચારી ને વાંસળી ખુબ વગાડી,
ભક્તવત્સલ બની તમે સૌની અરજી સ્વીકારી,
ત્રાહી ત્રાહિ કરીને પોકારે તમને સૌ, વ્હારે આવજો અમારી,
પ્રભુ!આ કળિયુગમાં તો શાસકો છે ભ્રષ્ટાચારી,
લોકો બન્યા છે દુરાચારી ને વ્યભિચારી,
રડ્યા ખડ્યા મુઠ્ઠીભર સજ્જનો કરતા સૌની લાચારી,
પશુઓ મુંગા,ગાય અને સ્ત્રીઓ પામ્યાં હાલત બિચારી,
નિત્ય નિરંતર તેમને સૌ ત્રાસ પમાડતા અત્યાચારી,
જો આવ હવે તું ધરતી પર તો ખુબ કરજે તું તૈયારી,
પ્રભુ!અહીં ડગલે ને પગલે પરિક્ષા લેવાશે બહુ ભારી,
કોરોના પહેલાથી જ અહી સૌ દંભનો માસ્ક પહેરીને ફરે છે,
મોઢે મીઠી વાતો કરી એકમેકને સૌ પીઠમાં ખંજર ધરે છે,
પહેલા આ ધરતીને બનાવ તું ગોકુળ,મથુરા વૃંદાવન,
તો જ અહીં ટકી શકશે હવે માનવજીવન ...
માનવ મટીને બનેલા દાનવને માર્ગ ચીંધવા ,
"સંભવામિ યુગે યુગે" ને યથાર્થ કરવા,
વ્હારે આવો ગિરધારી તમે પાપીઓનો નાશ કરવા,
મોડું ન કરો હવે આ કપરી વેળા માંથી ઉગારવા...🙏🙏🙏