Gujarati Quote in Poem by Priti Sanandiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાકળ રૂપી જીવન છે મારું
મોતી થવું સુંદર મારે પણ
અહંકાર મોતીની સુંદરતા હણનારુ....

ઝાકળ રૂપી જીવન છે મારું
લાખો કિંમત છે મોતીની પણ
અણસમજુ મોતીની કિંમત હણનારુ....

ઝાકળ રૂપી જીવન છે મારું
લાખો ચાહકો છે મોતીના પણ
એક ચાહક મોતીની અવગણના કરનારું.....

ઝાકળ રૂપી જીવન છે મારું
હજારો મળશે ખરીદનારા પણ
ના કોઈ સમજનારું......

ઝાકળ રૂપી જીવન છે મારું
મન પણ ખીલી ઉઠશે મોતીના સ્પર્શથી પણ
યાદો સ્પર્શ હણનારી......

ઝાકળ રૂપી જીવન છે મારું
ગોતું છું હું મોતીની કિંમત કરનારું પણ
મતલબી દુનિયા રંગ બદલનારી.... 

ઝાકળ રૂપી જીવન છે મારું.......

Gujarati Poem by Priti Sanandiya : 111584151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now