મારા અરમાનો ની અરથી
મારા સપનાઓ નો સણગાર
સજીને જાય છે.
નફરત છે હવે જિંદગી તારાથી
તું મારા માટે વાત નજીવી
થતી જાય છે.
આમ તો મળું હસતો બધાને
પણ સાચું કહું તો એક સ્મિત
પાછળ હજાર ખંજર ભોકાયાનો
અહેસાસ થાય છે.
હું જિંદગી તને જીવું છું ક્યાં.?
તું દિવસે ને દિવસે ઘટતી જાય છે
ને મોત નજીક થતી જાય છે.
મારી જ લાસ મારા કાંધે ને
મારા થી જ રામ નામ બોલાય છે,
ખબર નથી કંઇ કે હું જીવું છું જિંદગી
કે મોત વહાલી થતી જાય છે.