Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વપ્નની દુનિયા

સ્વપ્નની દુનિયા તો અલગ જ દુનિયા
રાત્રી આખી ઝળહળતા રહે ને
દિવસના અંધારામાં ઓગળી જાય.

ફાનસ ની જેમ રાત્રી આખી
પ્રકાશપુંજમાં વિહરતા રહે ને
વહેલી પરોઢે વાટની સાથે બળીને
કાચને અંજન લગાવી વિહમી જાય.

કીકીઓ ના જારના જળમાં
રાત્રી આખી વલોવતા રહે ને
પાંપણ ખુલતા પરપોટા બની
કોઈ તૂટે કોઇ હવામાં ઓગળી જાય.

હૃદયની ગુફામાં સૂતેલા પારેવા
ઉજાસ થતાં જ ફડફડવા લાગે
કેટલાક ઉડીને ગગનને ચૂમે તો
કેટલાક ની પાંખો જ કપાઇ જાય.

સ્વપ્નની દુનિયા તો અલગ જ દુનિયા
રાત્રી આખી ઝળહળતા રહે ને
દિવસના અંધારામાં ઓગળી જાય.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111583813
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now