રાજનેતા આજ ઉતર્યા રેસમાં,
સૌ ફરે ગાંધી સમા ગણવેશમાં.
રેલી કાઢી છે નગરમાં આપની,
શું લખું બોલો હવે સંદેશમાં?
ગાંધી આવો રાજનીતીમાં પરત,
સત્ય શોઘું ભાષણોના દેશમાં.
ચેતવું છું, સાવધાની રાખજો,
ચલણી નોટો ના ફસાવે કેસમાં.
આપનો ફોટો ખભે રાખી ફરે,
બાપુ, બહુ રૂપાળા લાગો ખેસમાં.
-પ્રશાંત સોમાણી