Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાત્માના દેશમાં રહેનાર,
હતા જે સ્વચ્છતા પ્રેમી,
હવે ત્યાંના જ લોકોની માનસિકતામાં ફેલાઈ રહી છે ગંદકી,
મહાત્માના દેશમાં રહેનાર,
શીખવ્યા જેમણે હરહંમેશ ભાઈચારાના પાઠ,
ત્યાંના રહેવાસી હવે ન જાણે ક્યાંથી શીખ્યા છે વિખવાદ કરતા,
મહાત્માએ આપ્યા અહિંસાના પાઠ,
ત્યાંની પ્રજા હવે બનતી જાય છે હિંસક,
આઝાદી અપાવી આપણને જેમણે,
તેમણે આઝાદી બાદ પણ ગુલામીનું સપનું ન સેવ્યું હતું,
હવે ત્યાં જ લોકો પૈસા,દોલતના ગુલામ બનતા જાય છે,
જેમણે સપનું જોયું હતું ગરીબી દૂર થવાનું,
ત્યાં છે હજુ પણ ગરીબી એટલી જ,
હવે મહાત્માના શબ્દો ન બોલીને પણ કરીએ તેમના આદર્શોનું અમલીકરણ!

#મહાત્મા

Gujarati Poem by Maitri Barbhaiya : 111583160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now