ગરીબો માટે કોણ હવે ખુલ્લા પગે દોડે?
અસહકાર ના આંદોલન ચલાવી
સૌ પોતપોતાના ઘર ભરે!!
સત્ય અને અહિંસાનો કાંટાળો પથ
અંહી તો લોકસેવકો ઔડી લઇને દોડે
અન્ય માટે વસ્ત્રો કોણ ત્યાગે હવે,
રાજકારણમાં એકબીજાને ઉઘાડા કરે,
તને કોણ ,શા માટે યાદ કરે બાપુ
અંહીતો સૌ સ્વયં મહાત્મા થઈ ને ફરે
#મહાત્મા