પિતાજીની ડાયરી માંથી" -"બંસરી નો નાદ"
બંસરી નો નાદ સુના દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે,
જામ્યો પ્રચંડ જંગ હિંદ ની એ ભોમ માં,
સાચો તું રાહ દિખા દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે,
ભૂખે ભટકે તારા ભોળા એ બાળુડા,
ભાવિ નું ભાન ભૂલા દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે,
પીડીત ને ટાળવા ને પાપી ને મારવા,
સચ્ચાઈનો રંગ લગા દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે,
યુદ્ધો શમાવવા ને શાંતિ ફેલાવવા,
અહિંસા નો સૂર જગા દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે,
હિંદ ની આઝાદી ને શાશ્વત બનાવવા,
અમૃત શો નાદ જગા દે,
ઓ કાન્હા તારી બંસરી નો નાદ સુના દે.........
-@રચનાકાર-"સ્વ. બિહારીલાલ દવે
સત્ય અને અહિંસા નો માર્ગ કઠીન છે..પણ મહાત્મા ગાંધીજી એ આ માર્ગ પર ચાલીને ભારત દેશ ને સ્વતંત્રતા અપાવી.
મહાત્મા ગાંધીજી ને શત શત પ્રણામ🙏🙏
#મહાત્મા