જ્યોતિષ...
-રુગવેદ માં આશરે ૯૫૦૦૦ વર્ષ પહેલાં ના નક્ષત્રો ની ગણના કરાઈ છે .
-ભારત ના જ્યોતિષ શાસ્ત્ર ની અસર સૌથી પહેલાં સુમેરુ માં થઇ હતી અને એ જાણ્યું કે સુર્ય માં દર ૧૧ વર્ષે થતાં વિસ્ફોટ ની અસર પૃથ્વી પર થાય છે.
-બુદ્ધ-મહાવીર ના સમયમાં ગયેલ પાયથાગોરસે કહ્યું કે દરેક ગ્રહો ની પોતાનું એક સંગીત હોય છે.
-પૈરાસેલીશસે કહ્યું કે વ્યક્તિ ના જન્મ વખતે જે ટયુન ગ્રહો અને નક્ષત્રો ની હોય છે તે ટયુન વચ્ચે નું તાલમેલ બગડવાથી જ બિમારી થાય છે,તે હંમેશા વ્યક્તિ ની કુંડળી જોઈને જ તેમની દવા વગર સારવાર પણ કરી શકતો.
-૧૯૫૦ માં કોસ્મિક કેમેસ્ટ્રી નામની અવધારણા પ્રકાશમાં આવી જેના મુજબ આખું શરીર અને બ્રહ્માંડ એકબીજાથી કનેક્ટેડ છે.
-જાપાની ચિકિત્સક તોમાતો મુજબ જેમ સ્ત્રી ના ગર્ભ અને માસિક સમયે જે રીતે તેમનુ લોહી પાતળું થાય છે તે જ રીતે અનુસાર દર ૧૧ વર્ષ પછી પુરુષ નું લોહી પણ પાતળું થય જાય છે.
-ભારતમા જ્યોતિષ મુજબ દરેક બાળક ખુદ પોતાના ગ્રહો અને નક્ષત્રો ની સ્થિતિ પસંદ કરીને જ જન્મ લે છે.
-ચંદ્ર ની અસર આપણી માનસિકતા પર થાય છે જેનાં પરથી જ શબ્દ આવ્યો છે લ્યુનાટિક .
-ભવિષ્ય એટલે માત્ર અજ્ઞાનતા , ભુતકાળ માથી જ ભવિષ્ય જન્મે છે.
-મહાવીર ના 'જાતિસ્મરણ' અનુસાર આપણા બધા જન્મો ની સ્મુતિ આપણી અંદર સચવાયેલી હોય છે.
.....................
-દર ૯૦ વર્ષે સુર્ય 'ઘરડો' થાય છે અને પૃથ્વી પણ તેનાથી અસરગ્રસ્ત થાય છે... જેમ કે ભુકંપ,મહામારી વગેરે.
૧ થી ૪૫ વર્ષ યુવાની રહ્યા બાદ ફરી ૪૫ થી ૧ મુજબ તેનું ચક્ર છે મતલબ બાળક ના જન્મ પર આ ૪૫ વર્ષ ના અપ-ડાઉન ની અસર થાય છે.
-જયોતિષ ના ૩ ભાગ હોય છે
એક જે બદલી ન શકાય તેવું ...
બીજુ , જેનું જ્ઞાન હશે તો બદલી શકાશે(મૃત્યુ, જીવન)...
ત્રીજું , જે માત્ર સાંયોગિક(નોકરી, લગ્ન) છે.
- જ્યોતિષ માત્ર તમને પરિધિ થી કેન્દ્ર તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે જેમકે ચોરી કરવી કે ન કરવી આપણી સ્વતંત્રતા છે પણ પસંદ કરેલો વિકલ્પ જ આપણી ભાવિ નક્કી કરશે કે આપણે 'એસેન્સિયલ' રુપી કેન્દ્ર માં જવું છે કે 'સેમિ-એસેન્સિયલ' રુપી પરિધિ માં રહેવું છે.
- તમને કહેવાય કે તમારો એક પગ ઉપાડો , ત્યારે તમે ડાબા જમણા પગની પસંદગી કરવા માટે હંમેશા સ્વતંત્ર છો પણ જયારે તમારો એક પગ ઉપડી લીધો ત્યારબાદ તમે પુરા પરતંત્ર થય જાવ છો , પસંદગી તમારી છે.