આપણું જ્યોતિષશાસ્ત્ર મોટા ભાગના કિસ્સાઓમાં સાચું જ પડતું હોય છે, પરંતુ એની સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે કેટલાંક લેભાગુ જ્યોતિષ આપણી આ વિદ્યાનો દુરુપયોગ કરી રહ્યા છે. ભવિષ્ય કહેવાના નામ પર લોકોને લૂંટે છે. કેટલાંક લોકો જ્યોતિષ ન હોવાં છતાં પોતાની દુકાન ખોલીને બેઠા છે. લોકોએ એ સમજવાની
જરુર છે કે જો કોઈ જ્યોતિષ તમારી પાસે વિધી કે પૂજા કરાવવા સતત પૈસા કઢાવી રહ્યાં છે તો કંઈક અંશે ગરબડ છે.
આપણાં ગ્રહો એટલાં બધાં પણ ખરાબ નથી કે હંમેશા નુકસાન જ કરે. આપણાં કર્મો જ નક્કી કરે છે કે આપણે કેટલું અને કેવું ભોગવવાનું છે? જ્યોતિષ પાસે આપણી મુંઝવણનો ઉકેલ પૂછી શકાય, પણ આપણને ખબર હોવી જોઈએ કે એ ઠગ નથી. સાચો જ્યોતિષ ક્યારેય કોઈને ગેરમાર્ગે દોરતો નથી.
જો જ્યોતિષ પાસે જઈને પોતાનાં વધુ પૈસા ન બગાડવા હોય તો એક જ શરત છે - પોતાનાં કર્મો સુધારો. એવા કર્મો જ ન કરવા કે કોઈ જ્યોતિષ પાસે જવાનો વારો આવે. કોઈ સારા કામ માટે મુહૂર્ત જોવડાવવુ હોય, કોઈ ધાર્મિક કાર્ય કરાવવું હોય કે પછી અધ્યાત્મને લગતી કોઈ બાબત હોય અને જ્યોતિષની સલાહ લઈએ તો વાંધો આવતો નથી.
આપણે જ નક્કી કરવાનું છે કે જે જ્યોતિષના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરીએ છીએ એ સાચા અર્થમાં જ્યોતિષ છે કે પછી પૈસા પડાવવા માટે દુકાન ખોલીને બેઠેલો કોઈ ઠગ!
#જ્યોતિષ