Gujarati Quote in Motivational by અમી

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલતાનો ચાહક છું, પણ એકલતા મને ડંખે છે.

એકલતા અનુભવતા લોકોને ટોળાની આદત પડી ગઈ છે, ક્યાંય પણ એકલો જઇ શકતો નથી માનવી, ફેમિલી સાથે જતો હોય તો બીજું ફેમિલી કંપની માટે સાથે લે, આવી રીતે કાયમ બીજાની જરૂરત પડે જ, પછી જ્યારે એકલા જવાનું હોય ત્યારે એકલતા ઉદભવે.

એકલતા એટલે એક લતા પણ ના વળગવી જોઈએ, લતાનો ભરડો વેલની જેમ ફુલેફાળે ને એકલતા વધતી ચાલે છે, એકલતા નો અણસાર આવે ત્યારેજ જડમૂળથી કાપવી જોઈએ જેથી મનને ભરડામાં ના લે એકલતા.

એકલતા લાગતા માનવી માનસિક રીતે નબળો પડતો જાય છે, ધીરે ધીરે વિચાર શક્તિ એની શૂન્ય થતી જાય છે, ચારે બાજુ અંધકાર લાગે છે, અંધકારની ગર્તામાં ધકેલાતો જાય, બીજાની મદદ લેતો નથી, કોઈને કંઈ જણાવતો નથી, એકલતા બહુંજ જ્યારે સાલે છે તો એ ડિપ્રેસન માં ઊંડો ઉતરતો જાય છે. અત્યારનો આ મહાભયંકર રોગ છે.
એકલતા લાગતી હોય તો નાચો, ગાઓ, કુદો, મિત્રો ને મળો, હૈયાવરાળ ઠાલવો આપ્તજન પાસે, દિલમાં હળવાશ લાવો, મનગમતી પ્રવૃતિઓ કરો......,

એકલતાનો સદુપયોગ પોતાની આંતરિક શક્તિઓને ઉજાગર કરવા કરવો જોઈએ.

એકલતા કોઈના માટે વરદાન છે, એનો સદુપયોગ કરે છે, પોતાની જાતને motivate કરે છે, ધ્યાન, ધરણ, યોગ કરે છે, ઇશ્વરને મેળવવાના માર્ગમાં એકલતા લાભદાયી છે,અંતરમનને પરમાત્મા સાથે જોડાવાની પ્રક્રિયામાં એકલતા અનિવાર્ય છે, મોટા મોટા યોગીઓ, ઋષિમુનિઓ, ફિલોસોફરો વગેરે એકલતાના સહારે જ મનને કાબુમાં રાખી શકે છે જીવનની બુલંદીઓને સ્પર્શે છે.અંતરમનની શક્તિઓને જાગૃત કરે છે, મુલાધારથી સહસ્ત્રધાર સુધીની ચેતના ને જગાવે છે.

તમારે એકલતાને અભિશાપ બનાવી કે વરદાન ખુદના હાથમાં છે.

""અમી""

Gujarati Motivational by અમી : 111582257
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now