તળિયે લઈ જઈ બેઠું આજે મને મારું મન,
શાંતિથી વિચારવા બેઠું આજે મારું મન,
જૂની યાદો ને તાજી કરી બેઠું મારું મન,
સપનાઓને સાકાર કરવાની જીદ લઈ બેઠું મન,
નિઁવ્યાજ લાગણીઓ વહાવીને બેઠું આજ મન,
હવાના સ્પશઁથી જીવંતતાને તાજું કરી બેઠું મન,
દુરથી આવતા કોમળ અવાજોને સરખાવી બેઠું મન,
વાવેલા પ્રેમનાં બીજને ફરી સીંચી બેઠું મન,
ન જાણે કેટલાએ જન્મોનાં સંબંધોને નિભાવી બેઠું મન.
#તળિયું