વેદના
વેદના મારી શું વ્યક્ત કરું?
મરવું છે છતાંય જીવી જાઉં છું...
પારકાઓ ને પહોંચી વાળુ છું
પોતાનાઓ થી હારી જાઉં છું...
સમાજમાં તો સ્વાભિમાન થી રહું છું
ઘરની અંદર મુંઝાય જાઉં છું...
સબંધો ને સાચવવા માં
ખુદ નું સ્વમાન ખોતી જાઉં છું...
બધા ની જરુરીયાત નું ધ્યાન રાખવા
પોતાનું અસ્તિત્વ વિસરતી જાઉં છું...
આખરે તો એક નારી છું ને?
તેનું ઋણ ચુકવતી જાઉં છું...
#shabdbhavna