Gujarati Quote in Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હું સડક છું"

હું સડક પોતાના પર પડેલા ભારે ખમ ભાર સહન કરીને પણ, કેવી ચમકતી દમકતી થઈ ને તમને તમારા મુકામ સુધી પોહચાડું છું,
હું ધોમ ધખતા તાપમાં જગજગાટ મારતી સડક, સાંજે કેવી સાવ સૂનમૂન થઈ જાય છું. છતા મારી દરકાર કોઈ લો છો, વરસાદ માં મારી પર કેટલા બધા ખાંડા પડી જાય છે, તોય તમે કોઈ મહિનાઓ સુધી મારી દરકાર નથી લેતા,
દિવસ ભર વાહનોનો ધમધમાટ સહન કરતી, સાંજે બિચારી થાકી જતી હશે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે.
કેટલા બિચારા માણસો મારી પર પડી ગયા ખાંડા ના કારણે પડતા હસે, કેટલાક રોજ વ્યક્તિઓ મારા પર રોજ મુસાફરી કરતા હસે, તેઓ પણ સાંજ પડે કેવા થાકી જતા હશે. એવો કોઈ એ વિચાર કર્યો છે. એ મારી પર પડેલા આ મોટા મોટા ખાંડા ઓ ના કારણે, છતા આટઆટલું સહન કરીને પણ હું મારી ફરજ નિભાવી જાણું છું, તેમ રોજ મુસાફરી કરવા વાળા પણ પોતાની ફરજ ઘણું સહન કરીને પણ નિભાવે છે. મારૂ તો ઠીક હું તો નિર્જીવ છું, પણ તમે તો માણસ છો, તો માણસ થઈ ને ભલા માણસ માણસે નું તો વિચારો, "સ્વયમભુ" નો મંત્ર લઇ હું સડક પોતાની છું એવું માની ને ઉપયોગ કરસો મારો તો મારી ચમક દિવસ ને રાત કાયમ બની રેહશે, ને સાથે તમારી મુસ્કાન પણ,

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Blog by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111581129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now