"બેટા, ધારા આવી છે... "
"મમ્મી એને ઉપર મોકલો.. "
હું મારા રૂમમાં કામ કરી રહી હતી, તેથી ધારાને ઉપર જ બોલાવી..
"બોલો, આજકાલ કામ વગર તો તમે યાદ ઓછુ કરો છો, આમ ઘરે આવી ગયા... " છેલ્લા ઘણા સમયથી અમારી વાત નહોતી થઈ તેથી હું થોડી ગુસ્સે હતી..
મારો કટાક્ષ સાંભળી પણ એ કંઇ પણ બોલ્યા વગર ઊભી રહી..
"શું થયું..? "
"આરુ, એ લગ્ન કરી રહ્યો છે..!"
આ સાંભળતાં જ થોડો આંચકો લાગ્યો, મેં એની સામે જોયું.. કદાચ એ પણ મારા ભાવ સમજી હતી..
"તો શું થયું.., આખી જિંદગી થોડી કોઈ કુંવારુ રહે.. એ કરશે, તું પણ કરીશ.. અને કદાચ હું પણ.. કંઇ નવાઈ નથી.." હું પાછી મારા કામમાં લાગતા બોલી..
એ કંઇ પણ બોલ્યા વગર મને હગ કરી રહી..
"એને મારી વીશ આપજે, એ ખુશ રહે અને એની પત્ની પણ.. બસ, તું જા.. હું ઠીક છું.. "
એ મારી મનોદશા જાણતી હતી છતાં મારા કહેવાથી એ જતી રહી..
એના જતાં જ મારુ કામ પણ અટક્યું.. થોડુક ખુદને ઝાંકીને જોયું.. બસ તુટેલાં દિલના ટુકડાઓ સિવાય કંઈ હતુ નહીં... પણ હવે એ ટુકડા વિણવાનો પણ મને સમય નહોતો.. મેં બસ ત્યારે જ દિલનું કમાડ સદાને માટે બંધ કરી દીધું..
ફરી મારા કામમાં લાગી...