આજના દીકરી દિવસ પર
દીકરી એટલે પપ્પાની સંવેદના નો પટારો.
બધા સામે કદી ના ખુલે એવો છે પટારો.
ખાનગી ગુફ્તગુ કરે એકબીજાની વાતોની,
જ્યારે જયારે જરૂર પડે તો કરે છે ટકોરો.
કશું ખાનગી ના હોય બાપ દીકરી વચ્ચે,
એકબીજાના મનમાં તેઓ મારે છે લટારો.
આંખો ને ભીની ને કોરી કરે અરસપરસ,
બાપ દીકરીના સંબંધનો આવો છે નજારો.