પોહચ્યો મથકે રેલ ના, પણ રેલ નીકળી ગઈ,
શોધ હતી જેની મને,અસ્પષ્ટ નીકળી ગઈ,
રહી શહી હતી કલમ માં,જે શ્યાહીં નીકળી ગઈ,
નહતું મન માંડવે,પણ જાન નીકળી ગઈ,
મતી રહી વ્યસ્ત મારી,ને આકાંક્ષા નીકળી ગઈ,
હજાર હતી તક પ્રણય ની,પણ રૂતું નીકળી ગઈ,
હતો અજ્ઞાત આંગણે,ને બિંદી નીકળી ગઈ,
રહી અધૂરી આરતી,ને દિવેટ નીકળી ગઈ,
પોહચ્યો મથકે રેલ ના,ને રેલ નીકળી ગઈ.