હવે તો ઈશ્વર પણ હસ્તરેખા દોરવા
હાથમાં બટકણી પેન્સિલો રાખે છે.
પોતાની જાતને સુંદર દેખાડવા માટે
માનવ અરીસો ડાઘા વાળો રાખે છે.
એકલો જીવ જેને ભારે પડતો હતો
તે શ્રાદ્ધ માં વિશ્વાસ રાખે છે.
પહેલાં તુટેલા કપડાં (સબંધો) સાચવવા
સોઈ દોરા ને સાથે રાખતાં
હવે તુટેલા કપડાં (સબંધો) ચીરવા
કાતરને સાથે રાખે છે.
અસ્તિત્વ ને જીવંત રાખવા માટે
પાણીમાં પગ ખોડી રાખે છે.
શ્વાસ ચાલે છે ત્યાં સુધી સબંધ છે
જરૂરતથી વધારે દેહને ને કોણ રાખે છે.
ઉર્વશી એચ ત્રિવેદી