શું કલા.. શું કારીગરી
શું વિવેક.. શું વાણી
આ મુખબંધિર જેવી જિંદગી માં.. શું વિવેક.. શું વાણી..
શું ભાષા..શું ભૂગોળ..
શું ધરા.. શું ધાન..
આ ધૂળ ખાતી જિંદગી માં
શું ધરા..શું ધાન..
શું નર.. શું નાર..
શું નાત.. શું જાત..
આ જ્ઞાતિ વાદ માં અટવાતી જિંદગી માં
શું નાત.. શું જાત..
શું દેવ.. શું દાનવ..
શું માનવ..શું માણસ
આ માનવતા અને માણસાયને વગોવતી જિંદગી માં.."સ્વયમભુ"
શું માનવ..શું માણસ..
"સ્વયમભુ" અશ્વિન