ખૂબ જ દોડધામવાળી એ સવાર હતી. આજે સ્મિતાને જોવા છોકરાવાળા આવવાના હતાં. જો કે સ્મિતાએ તો સ્પષ્ટ ના જ પાડી દીધી હતી કે મારે હમણાં લગ્ન કરવા જ નથી. એ તો છોકરાને જોવા માટે રૂમની બહાર જ નહીં આવીશ એવું કહીને રૂમમાં અંદરથી બંધ કરીને બેસી ગઈ હતી.
બપોરે બે વાગ્યે છોકરાના ઘરનાં બધા આવી ગયા. થોડી ઔપચારિક વાતો પછી સ્મિતા અને સ્મિતને ઘરની બહાર થોડી વાર વાત કરવા માટે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. પરાણે સ્મિતા બહાર આવી. પહેલાં તો એણે સ્મિત સામે જોયું જ નહીં, પણ પછી સાથે બહાર ગયા ત્યારે સામ સામે બેઠા અને જોતાંની સાથે જ એને સ્મિત ગમી ગયો. એની સાથે વાતચીત થઈ, એની મહત્ત્વકાંક્ષા, એ શું કરવા માંગે છે, એનાં ભવિષ્યના બધાં આયોજનો વગેરે.
સ્મિતા માટે સ્મિત સાથેની આ પહેલી મુલાકાત ખૂબ જ યાદગાર રહી હતી. આજે વર્ષો પછી પણ બન્ને એ દિવસને યાદ કરીને હસી પડે છે.
#મુલાકાત