"હું તારો જીએસટી"
તું મારી તેજી ની દોડ'
તું મારું નેશનલ સ્ટોક એક્સચેન્જ, હું તારો જીએસટી, ચાલ સાથે સાથે લગાવીએ તેેજી ની દોડ..!
હું બનું તારો માર્કેટ વેલ્યુ, ને તું મારી મ્યુચલ ફંડ, ચાલ મારી સંગે ઉછાળીએ માર્કેટ ને ફૂટબોલ ની જેમ..! હું તારો જીએસટી તું મારી તેજી ની દોડ..!
હું બનું નામા નું જમાં પાસું, તું મારી વાણિજ્ય વ્યવસ્થા, ચાલ મારી સાથે "સ્વયમભુ" બની અર્થવ્યવસ્થા ને કરીએ સીધી દોર..!હું તારો જીએસટી તું મારી તેજી ની દોડ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"