Gujarati Quote in Poem by Vijay Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ જયારે પણ પત્ર લખે
ને અંતે તો અનુસંધાન જ લખે

મૌસમની લાગેલી માયામાં પુષ્પ પાંગરે
ને ખીલે ત્યા તો ખરવાનું ફરમાન લખે

ને કેવો છે આ શહેરીઓ નો રીવાજ
પ્રેમ ના પ્રત્યુતરમાં નફરત લખે

આભની આડમાં ગર્જતા વાદળો
આફતની યાદીમાં ગરીબની છત લખે

સમાચારપત્રની મૌલિકતા છે ભયમાં
એટલે તો છે પાને પાને ડર લખે

પળ એક માં કરે ટુકડે ટુકડા
એક આઈનો જો તેની ફિતરત લખે

હવે એની કિસ્મત કોણ લખે ?
જે સૌ ની કિસ્મત લખે

કરાવે નામે ધન દૌલત દુનિયાની
એના નામે દિલ જીતે એવો “વિજય” લખે

#Kavydrishty

-વિજય રાવલ

Gujarati Poem by Vijay Raval : 111577393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now