તારા સંગાથે જીવન જીવવા જેવું લાગે.
છત્ર હો માથે જીવન જીવવા જેવું લાગે.
ના રહે કશી આપદા મનને મૂઝાવનારીને,
જીવ ઈશ પ્રાર્થે જીવન જીવવા જેવું લાગે.
ના સતાવી શકે સંતાપો દુન્વયી પછી કદી,
જોડેલા હાથે જીવન જીવવા જેવું લાગે.
ના નિરાશા કોઈ કાળે જીવનમાં આવતી,
ષડરિપુના નાથે જીવન જીવવા જેવું લાગે.
હે હરિવર કેમ વર્ણવું કરુણા તારી મુખે,
તારે તીર ભાથે જીવન જીવવા જેવું લાગે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.