મન ને જ્યારે આપણે શાંત કરવાની 'કોશીષ' કરીયે છીએ ત્યારે તે યુદ્ધ કરે છે પણ આ એક જ એવું યુદ્ધ છે જે આપણા સહયોગ વગર સંભવી શકે જ નહીં , મન ની વાત ને પ્રત્યુતર પણ આપશો તો પણ હારી જશો જેમકે કોઈ નિર્ણય હોય કે પેલું કામ હવે હું નહીં કરુ અને આપણું મન હથિયાર ધરશે કે ભલે નહીં કરુ, પણ આ વાત તે વારંવાર કરશે જ્યાં સુધી આપણે હા ના કહીયે માટે લડવા માટે કોઈપણ હકાર ને નકાર રુપી હથિયાર નો જવાબ ન આપવો.