"ટક ટક" 😜
આ એ દિવસોની વાત છે જ્યારે અમારા લગ્ન થયાં હતાં..
પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..
અચાનક મને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગા ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગો ટૂંકો હોવાને કારણે કાયમ પાટલા ટક ટક નો અવાજ આવતો..
રસોડામાં પ્રવેશતાની સાથે જ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા..
મેં તેને પૂછ્યું.. "તેં શું કર્યું?"
પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતું, તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા..
આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..
બસ એ દિ ને આજની ઘડી.. આપણે સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે..
" अंतर्राष्ट्रीय पुरुष मौन दिवस "
|| चुप रहें - खुश रहे ||