Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Nice poem 👌🏻must read

ઢળતી સંધ્યાનું આકાશ
કેટલું ખૂબસુરત લાગે છે
તો પછી......
ઢળતી ઉંમર નો આપણને
કેમ થાક લાગે છે.....?

આ તબક્કે જ અધૂરા સપનાઆે
પૂરી કરવાની એક આશ જાગે છે
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે...... ?

જવાબદારીઓ થી મુક્ત થઈને
પોતાની જાતને મળવાની એક
પ્યાસ જાગે છે
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે...... ?

અંધારી રાત પછી, સોનેરી
સવારનો કેવો ઉજાસ લાગે છે
આ ઉંમરે જિંદગીના અનુભવો
પરથી....સમજણનો એક
અહેસાસ જાગે છે.......
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે.......

સુખ-દુઃખ એ જીવનનું સનાતન
સત્ય છે.....એને બાજુ પર મૂકી
જિંદગી જીવો......
પછી જુઓ જિંદગી કેવી ખાસ
લાગે છે....... !!!

તન થાકવું એ નિયતી છે.....
પણ.... મનથી નહીં થાકતા
દોસ્તો......
પછી જોઈ લેજો......
ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ
થાક લાગે છે.......દોસ્ત....

🍀🕊🍀 🌼🦚🌼 🌺🍃🌺

Gujarati Blog by Minal Gosalia Shah : 111575083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now