૧) અનંત
મારા ઉપર વાદળો અને આકાશ,
તેની ઉપર અનંતતા.
મારી નીચે પૃથ્વી,
તેની નીચે અનંતતા.
મારી આગળ અને પાછળ ક્ષીતીજો,
તેની પાર અનંતતા.
અનંત બધે અને મારામાંજ,
હું અનંત ને ખોજતો જ રહ્યો,
મારી દશા કસ્તુરી મૃગ જેવી.
૨) દુત
મારા મનની આંખોમાં તુ દુત,
મારા મનના કાનોમાં તારો ઇશ્વરી અવાજ ગુંજે,
તે મને ઘાઢ નીદરમાંથી જગાડે,
જે મેં હજારો રાત્રીઓથી ભેગી કરેલી.
૩) હું હમેશાં યુવાન
મારાથી કરોડો નાના,
પણ મારાથી કરોડો મોટા,
એટલે હું હજી જુવાન જ.
All by JIRARA.
(With the help for putting in Gujarati by my niece, Meethali).