Gujarati Quote in Blog by Rana Pushprajsinh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" પ્રેમનો પાસવર્ડ "

પ્રેમ વિશે આજે કહેવું છે.

પહેલા તો પ્રેમ વિશે ઘણાબધાને ગેરમાન્યતા કે અસમજણ છે કે કોઇપણ વ્યક્તિ પ્રેમ વિશે લખે છે તો જરૂરી નથી કે તેને કોઈ સાથે પ્રેમ થયો હોય જ અથવા તો મને ક્યારેય પ્રેમ થયો નથી એટલે હું પ્રેમ વિશે લખી શકુ નહી અને *પરણિત વ્યક્તિ જ પ્રેમ વિશે લખી શકે.

દા.ત. :- કોઈ વ્યક્તિ મૃત્યુ વિશે લખે છે તો તેવુ માનવું મૂર્ખાઈ ભર્યું છે કે તે વ્યક્તિને મૃત્યુ મળેલી હશે /પોતાની મૃત્યુ જોઈ હશે. મૃત્યુ વિશે લખનાર થોડા ક્યારેય મર્યા હોઈ ... ??

પ્રેમ શબ્દ આવતા જ મગજ માં એક સ્ત્રીપુરુષનુ ચિત્ર ઊભુ થાય છે જે તદન કુંઠીત વિચારસરણી છે. પ્રેમ એટલે કોઈ સ્ત્રીપુરુષ સુદ્ધાં જ નહી પરંતુ પરીવારજન સાથેનો પરસ્પર પ્રેમ , મિત્રપ્રેમ , પ્રકૃતિપ્રેમ , પશુપ્રેમ વસ્તુપ્રેમ ,ઈશ્વરીય પ્રેમ વગેરેને સમાવી શકાય. 'પ્રેમનુ પ્રકરણ' જ એક એવો વિષય છે જેનાથી આ સૃષ્ટિની ઊર્જાનુ સંચાલન થાય છે. દુનિયાની કોઈપણ સજીવ કે નિર્જીવ માથી જો 'પ્રેમ' નામક વસ્તુ કાઢી લેવામાં આવે તો આ પૃથ્વી ૫ળભરમાં ઉજજડ થઈ જાય.

ધારો કે આપણને કોઈ ગમતી વ્યક્તિ , વસ્તુ , પ્રાણી સાથે આપણને રહેવું ગમે છે અથવા તે આપણને અત્યંત પ્રિય છે અને તેમાથી પ્રેમ કાઢી લેવામાં આવે તો...? લાગણી , માયા ,સગપણની-લોહીની સગાઈ નાશ પામે છે.

'પ્રેમનો પાસવર્ડ' ક્યારેય ગોતવો પડે નહી એ તો direct to heart connected હોય છે. આતો 'પ્રેમનુ પગથીયું' છે જે નિસ્વાર્થ છે.

Gujarati Blog by Rana Pushprajsinh : 111574344
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now