"બેટ અને બોલ"
જીંદગીની પિચ ઉપર રમવા માટે ઘણું બધું છે,
ક્યારેક હાર સહન કરવી પડે તો ક્યારેક જીત.
બેટ અને બોલ ની રમત માં હાર અને જીત નો ફેસલો ટોસ જીતવા પર હોય છે, જિંદગી ની રમત માં હાર અને જીત માટે ખુદ ની ખુશી ને દાવ પર લગાવી પડે છે. (ત્યા કોઈ ટોસ કામ નથી આવતો)
બેટ અને બોલ ની રમત લીલા મેદાન માં રમાય છે,
જ્યારે જિંદગી ની રમત સૂકી પીચ પર રમવી પડે છે.
બેટ અને બોલ માટે પોત પોતાની ક્ષમતા પ્રમાણે પિચ તૈયાર કરાય છે, તેમાં વ્યક્તિની કાર્યક્ષમતા નો ઓછો ઉપયોગ થાય છે.
જ્યારે જિંદગી ની રમત માં કોઈ પણ પ્રકાર નું બાંધ છોડ મળતું નથી, પોતાની ક્ષમતા વ્યક્તિ એ ખુદ સાબિત કરવી પડે છે.
બેટ અને બોલ ની રમતમાં સીમાનું મૂલ્યાંકન હોય છે, જ્યારે જિંદગી ની રમત માં કોઈ સીમા નું મૂલ્યાંકન હોતું નથી, તેમાં "સ્વયમભુ" ખુદ વ્યક્તિ એ જ પોતાની સીમા નું મૂલ્યાંકન કરવું પડે છે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"