Gujarati Quote in Blog by Rima

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું સમાજની માનસિકતા ઓછી થઈ
જે મારે છે ડંકા આ દેશ ના વિકાસનો આ સમાજ
પૂછું છું, શું છોડી દીધી અંધશ્રદ્ધા તો
દેશ ના વિકાસ સાથે સમાજ નો વિકાસ છે જોડે
કે ફરીથી આ સમાજ અંધશ્રદ્ધા માં તો નથી ગૂંચવાયો

શું દીકરી દુધપીતી પ્રથા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
દીકરી ને બોજ નથી સમજતો
કોખ માં આવતા સાથે શું એક મા જોડે
દીકરા ની આશા નથી બાંધતો

શું #વિધવાને સતી પ્રથા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
#વિધવા ને અપશુકન નથી સમજતો
એના પતિ ના મર્યા સાથે શું એ વિધવા જોડે
સમાજની બંદીશો ની વાતો નથી કરતો

શું કિન્નરો ની સજા બંધ થઈ
કંઈક અંશે પણ શું આજે પણ આ સમાજ
એને એના પૂર્વ જન્મ ના કર્મ નથી સમજતો
ઈશ્વર છે એને સજા આપવા વાળા તો શું એ કિન્નર જોડે
સમાજ નીચતા ભર્યું વર્તન નથી કરતો

એ સમાજ, અંધશ્રદ્ધા ક્યાં બંધ થઈ
કેટલાય લોકો હજુય પીડાય છે આ ત્રાસ થી તારા સમાજ
તું કોણ છું સારું નરસું સમજાવતો
મનુષ્ય તો એ પણ છે જેને તું સતાવતો અંધશ્રદ્ધા જોડે
કરતો વર્તન એવું પછી કેવી રીતે તું એની સામે આંખ મિલાવતો

Gujarati Blog by Rima : 111574072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now