Gujarati Quote in Story by Aarti

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગળનું ચાલુ : #મિત્રતા

દસમાં ધોરણ બાદ લગભગ આઠેક વર્ષે અમારી વાત થઇ હતી.. હું એ સમય યાદ કરી રહી.., દસમાંની પરિક્ષા, પહેલું બોર્ડ, જાસ્મિનના પપ્પા દરરોજ અમારા પાંચેય માટે ગુલાબના ફૂલ ગુડ લક વીશ માટે લાવતા.. અને પરિક્ષા પછી હું નેહા અને મયુરી આખુ પેપર મારા ઘરે જ સોલ્વ કરતા..

હું ખુદને પૂછી રહી, આટલા વર્ષોમાં મેં એ બધાને કેટલા યાદ કર્યા?! હું સમયની આડમાં દોસ્તી ભુલાવી બેઠી હતી, અને વિચારતી કે એ બધા પણ મને ભુલાવી ચુક્યા હશે..! ધીમે ધીમે મને મારા પર જ ઘૃણા થવા લાગી..

એમાં બિનાએ એક વાત કરી, કે એ લોકો ભણવાનું પુરુ થયા બાદ પણ મળતા રહ્યાં, અને દરેક મિટીંગમાં મારી વાત થયા વગર ન રહેતી..! એક બે વાર તો મારા બર્થડે પણ મનાવેલા, મારા વગર જ..! હવે હું મારી જાતને ધિક્કારવા લાગી..!

હું એ લોકોને કહેવા લાગી કે હું કદાચ આ દોસ્તીને લાયક જ નથી..!

પણ બિના મને સાંત્વના આપતા બોલી કે જો હું એક સાચી મિત્ર ન હોત તો કદાચ એ મને આટલી યાદ કરેત જ નહીં..!
એણે ગમગીન માહોલ સ્વસ્થ કરવા પુછ્યું, " how's Abhay?! "


"તને યાદ છે એ .?" હું ચોંકી..

અભય, હું કેમ ભૂલી શકુ એને.. હંહંહં એવુ કંઇ નહોતું, ખરેખર તો અમે નવમાં ધોરણમાં એક નાટક કરેલું, જેમાં મેં અભય નામના એક ચરિત્રની પ્રેમિકાનો રોલ કરેલો..

એ નાટક બાદ અભય મારા માનસપટ પર છવાઈ ગયો..! ( હું અહીં એ કેરેક્ટરની વાત કરુ છું જે કોઇ હ્યુમન પણ નહોતું.!)

એક બાળકીમાંથી યુવતી બનવા તરફ જે રાજકુમારના સપનાઓ દેખાય, એમ મને એ અભયના સપના આવતા..! મેં તો ત્યાં સુધી નક્કી કરેલું કે મારો જીવનસાથી કોઈ પણ નામનો હોય હું તેને અભય કહી બોલાવીશ..! અને ત્યારથી એ ચારેય મને અભયના નામથી છેડતી...

" વેલ, હમણાં તો એ સપનામાં જ સમય આપે છે, જીવનમાં હજુ ભટકાયો નથી.. " હું હકીકત જણાવતી હસતા હસતા બોલી..

હું કામસર શહેરથી બહાર હતી, પણ ઘરે આવતા જ પહેલા એ બધાને મળીશ, એ વચન સાથે એ કોલ પુરો થયો..


🙏🙏

Gujarati Story by Aarti : 111573665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now