Gujarati Quote in Story by Pinky Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શિકાર

એક જંગલમાં શિકારી શિકાર કરવા નીકળ્યો કારણકે ઘરે તેના બાળ બચ્ચા ભૂખ્યા હતા.
એક શિકારી ગલીઓમાં શિકાર શોધતો ભટકી રહ્યો હતો.તે વાસનાનો ભૂખ્યો હતો.
પરંતુ બંન્ને શિકારી ખાલી હાથ પાછા ફર્યા કુદરતે એક સબક શીખવાડી દીધો.
જંગલનો શિકારી શિકાર કરવા ગયો ત્યાં હરણીએ બચ્ચા ને જન્મ આપ્યો અને તે નાનું બચ્ચું જોઇ તેનું મન પિગળી ગયું તેને કદીયે શિકાર ન કરવાનો નિર્ણય કર્યો મહેનત કરીને પરિવાર નું પુરૂ કરવા લાગ્યો.
ગલીનો શિકારી જ્યાં શિકાર શોધતો હતો ત્યાં જ તેની બેન સામે મળી તેની બેને કહ્યું કે તું તારો શિકાર કરવા જઇ રહ્યો છે પરંતુ મને કોઇ શિકાર બનાવશે તો શું કરીશ?તેના ભાઈ પાસે તેનો જવાબ નહતો. તે શરમનો માર્યો ભોંય ખોતરવા લાગ્યો. તેને તેની બેનને વચન આપ્યું કે હું ખરાબ કૃત્ય નહીં કરૂં. બીજા મિત્રો ને પણ સમજાવીશ કે સ્ત્રીઓ ની ઈજ્જત કરે.

આમ કુદરતે બંને ના મનના વિચારો નો શિકાર કર્યો ને બંને ને સદબુદ્ધિ આવી ગઇ

Gujarati Story by Pinky Patel : 111573521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now