..........."નેટવર્ક"...........
"સા'બ, અવાજ કપાય છે!" વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અચાનક આવો અવાજ સંભળાતા સાહેબે હેન્ડ્સફ્રીને બટન પાસેથી પકડી મોં પાસે લઈ જઈ બોલ્યા, "હેલ્લો", "બાળકો મારો અવાજ સંભળાય છે?" ચાર-પાંચ વિદ્યાર્થીઓએ 'હા' પાડી એટલે સાહેબે ફરીથી પ્રેઝન્ટેશન દ્વારા ભણાવવાનું શરૂ કર્યું. બે મિનિટ બાદ ફરીથી તેનો તે જ અવાજ સંભળાયો, "સા'બ, અવાજ કપાય છે! સાહેબે ફરીથી હેન્ડ્સ ફ્રી બટન પાસેથી પકડી મોં પાસે લઇ જઇ વિદ્યાર્થીઓને પૂછ્યું, "હેલ્લો", "બાળકો તમને મારો અવાજ સંભળાય છે?" આ વખતે તે બાળક સિવાયના તમામ બાળકોએ 'હા' પાડી. સાહેબે તરત જ પેલા બાળકને સમજાવતા કહ્યું, "જો બેટા! તારે ત્યાં નેટવર્ક નો પ્રશ્ન હશે. એટલે, મારો અવાજ તને સ્પષ્ટ સંભળાતો નહીં હોય. તું એમ કર, અત્યારે જે બાળકો વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાયેલા છે, તેમાંથી કોઈ તારી આસપાસ રહેતું હોય તો તેની પાસે જઈને જોડાઈ જા. આટલું કહીને સાહેબે પોતાનો ક્લાસ શરૂ કરી દીધો.
મોરલ : ઘણીવાર આપણાં કર્મો દ્વારા આપણું નેટવર્ક એટલું ખરાબ થઈ ગયું હોય છે કે, આપણને ઈશ્વરનું નેટવર્ક સમજાતું નથી. આપણે તેને ફરિયાદ કરતા રહીએ છીએ. તે અમારી સામે જોતો નથી. તેના નેટવર્કમાં તો બધા હોય જ છે પરંતુ આપણે જ આપણા ખરાબ નેટવર્ક દ્વારા તેની સાથેનું જોડાણ કાપી નાખીએ છીએ. જરૂર છે આપણા નેટવર્કને સુધારવાની.
-ઇત્તરકાકા