હું કોણ
કોણ હું..??!!
ક્યારેક અમી
ક્યારેક તરસ
ક્યારેક ક્ષણ
ક્યારેક વરસ
ક્યારેક ખરાબ
ક્યારેક સરસ
ક્યારેક યુક્ત
ક્યરેક મુક્ત
હું કોણ
કોણ હું..??!!
જે દેખાઉં તે
કે
જે ન દેખું એ
ક્યારેક લય
ક્યારેક પ્રલય
ક્યારેક સહજ
ક્યારેક વિસ્મય
ક્યારેક એ ની એ જ
કે
ક્યારેક બદલાતી સતત
----------------------------------
હું..
એ પણ..
હું
આ પણ..
----------------------------------
હું કોણ
કોણ હું..??!!
અસંખ્ય બિંદૂ નું જોડાણ
કે
માત્ર એક બિંદૂ નું સંધાન..??!!
કે..
ક્યારેક ધસી પડતા
ક્યારેક વસી પડતા
ક્યારેક ખસી પડતા
વિચારો
વ્યવહારો
વિષયો
વૃત્તિઓ
નો ચક્રવ્યૂ..??!!
કે..
ક્યારેક છુટી પડતી
ક્યારેક તૂટી પડતી
ક્યરેક ખૂટી પડતી
સંવેદના
વેદના
ચાહના
નો સમૂહ...??!!
કે..
ક્ષણો નું જશ્ન
ક્ષણો ની ભસ્મ ..??
અવિરત આરક્ષણ
અતુટ આવરણ..??
મનગમતું નામ
અણગમતું કામ..??
પ્રમાણભૂત પરિણામ
અણધાર્યું અલ્પવિરામ..??
વિરોધ-વિષાદ-વહેમ
ભેદ-ભાવ-ભ્રમ..??
અણીદાર અહં
પુરક પરિણામ..??
હું કોણ
કોણ હું..??!!
એક માત્ર
કે
તમામ..??!!
…..સોનલ, 21 November 2013