કોઈ રાહબર બની ને મળે , તો મજા પડે,
દિલ્લગીમાં દિલ કોઈ છળે તો મજા પડે;
વાતોના એ વડા જ , સ્વભાવે તો હોય છે,
કોઈ મૌન આડાશે, મળે, તો મજા પડે;
રંગોની છોળો ઉડતાં મિજાજે હો રંગીન,
બેરંગી મન ને રંગી ચળે, તો મજા પડે
આંખોને ખોલી જોતા,રહ્યાં સપના દિવસે સૌ
દિલદાર નો દિદાર જડે, તો મજા પડે;
આનંદ વગર છે અધુરો , હાલ જીંદગી ,
માર્યો ખુશી નો જો રડે , તો મજા પડે;