સંયુક્ત કુટુંબમાં રહેતાં વિકાસે પોતાના માટે મોર્ડન અને નોકરીવાળી છોકરી લાવવાનો વિચાર કર્યો અને કહેતો..
"મારે આ માં અને ભાભીની જેમ ઘરે બેસી પંચાત કર્યા કરે એવી પત્ની નથી જોઈતી."
લગ્નના એક મહિનામા બન્ને અલગ રહેવા ગયા,
વરસમાં બાળક આવ્યુ.
પત્ની એ કહ્યું,
"તમારી માતાને બાળક રાખવા લઈ આવો,
મારાથી બાળક, નોકરી અને ઘર એમ ત્રણેય ન સચવાય."