ચાલોને ગરજી લઈ યે ,
છેલ્લા ગડગડાટ સુધી ...!
ચાલોને વરસી લઈ યે,
છેલ્લી બુંદ સુધી...!
ચાલોને પલળી લઈ યે,
આપણા અંતર મન સુધી ...!
ચાલો ને ચહેકી લઈ યે ,
પંખીઓ ના કલરવ સુધી...!
ચાલોને મહેકી લઈ યે,
ભીની માટી ની સોડમ સુધી....!
ચાલોને ખરી લઈ યે ,
એક એક પર્ણ સુધી....!
ચાલોને જીવી લઈ યે,
જીવન મા જીવન સુધી.....!