સ્વમાન અને ઈગો:
સ્વમાન અને ઈગો વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.દરેક વ્યકિત પોતાની મરજી પ્રમાણે એ શબ્દનો ઉપયોગ કરે છે.દરેક વ્યકિત પોતે જે કરે તેમાં તેને તેનું સ્વમાન દેખાતું હોય છે અને સામાવાળા કાંઈક કરે તો તેમાં તેને તેનો ઈગો દેખાતો હોય છે. કોઈપણ વ્યકિત એ આખી જિંદગી પોતાના માતા-પિતા ,પુત્ર-પુત્રી,ભાઈ-બહેન અને પોતાની પત્ની ની કોઈપણ જરુરિયાત હસતા મોં યે પુરી કરી હોય અને એ જ પાત્રો તે વ્યકિત ની જરુરિયાત પર ધ્યાન ન આપે અને કુટુંબ માં તેને ખૂણામાં પડેલ વેસ્ટ પેપર બાસ્કેટ ની જેમ રાખે ત્યારે તેનું સ્વમાન ઘવાય છે.
આને કારણે આવી વ્યકિતઓ કુટુંબ માં બહુ મિક્સ થતાં નથી, ત્યારે બધાં ને તેમાં તેનો ઈગો દેખાય છે.દરેક પાત્રો એ તે વ્યકિત પાસેથી તેમની જરુરિયાત પ્રમાણે લઈ લીધું છે.તેને એવું લાગે છે કે મારાં રીટાયરમેન્ટ પછી મારાં શોખ મારાં કુટુંબ ના પાત્રો પુરાં કરશે.હવે જ્યારે તમારે તેમને કાંઈક આપવાનો સમય આવ્યો ત્યારે તમને તે ઈગોઈસ્ટીક લાગે છે.
કુદરતે આવાં પાત્રો ને ૬૦-૭૦ વર્ષ પછી ઉપર લઈ જવાં જોઈએ.ન રહે બાંસ ન બજે બાસુંરી.
Vai #shivani