મારી ત્રીજી નવલકથાનાં મુખ્ય પાત્રનાં નામ માટે સૂચનો મંગાવ્યાં હતાં અને લગભગ ૨૦૦૦ નામ મળ્યા. નામની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ હતી. કેમ કે વાર્તાને ન્યાય અાપી શકે તેવું નામ પસંદ કરવાનું હતું અને એકનું નામ પસંદ કરી અન્યને નિરાશ પણ કરવાના હતા. તમે સૌએ બહુ જ સરસ સૂચનો મોકલાવ્યાં તે બદલ હું અાપ સૌનો દિલથી આભાર માનું છું.
ઘણી વિચારણાને અંતે 'સુલેખ' નામ પસંદ કરવામાં આવ્યું છે. પહેલી જ નજરે પસંદ પડી જાય તેવું નામ સૂચવવા બદલ ભાનુ મોરબિયાનો આભાર માનું છું. વચન મુજબ તેમને "હિતશત્રુ" નવલકથાની એક કોપી ભેટ સ્વરુપે અાપવામાં અાવશે.
સુલેખ નામ અન્ય મિત્રોએ પણ સૂચવ્યું હતું. પરંતું માત્ર એક જ કોપી અાપી શકાય તેમ હતી, વહેલાં તે પહેલાં ના ધોરણે પસંદગી કરવામાં આવી છે. જેમણે સુલેખ જ નામ સૂચવ્યું હતું અને તેમને નવલકથા ના મોકલાવી આપવા બદલ ઘણો દુ:ખી પણ છું.
અન્ય મિત્રો 'હિતશત્રુ' નવલકથાને પ્રેમ અાપતા રહેશે તેવી આશા છે.
હિતશત્રુ: સાયકોલોજીકલ સસ્પેનસ થ્રિલર
નવલકથા ક્રોસવર્ડ સહિત ગુજરાતનાં મોટા ભાગના બૂક સ્ટોર પર ઉપલબ્ધ છે.
ઘરે બેઠા મંગાવો:
You can just WhatsApp (RR Sheth publication): 9909944410 (paytm) ₹220
Online order:
RR Sheth Publication: (free and fast delivery)
https://imjo.in/c4kVqh
Amazon Kindle eBook:
https://www.amazon.in/dp/B08H8HKRJR/ref=cm_sw_r_cp_apa_O2WxFbHR90GXJ