જીવનસાથી સાથે મન અને વિચારોથી એકરૂપ થઈ જવાય ત્યારે જીવન સરળતાથી ચાલવા માંડે છે.
બાળકો સાથે મનથી એકરૂપ થઈ જાઓ તો તેમનો ઉછેર સરળ બની જાય છે.
સહકર્મચારીઓ સાથે એકરૂપ થઈએ તો ઘણાં બધા કાર્યો સરળતાથી પાર પાડી શકીએ.
એવી જ રીતે જો કુદરત સાથે એકરૂપ થઈએ તો એને નુકસાન પહોંચાડવાનો વિચાર જ ન આવે, અને એનાથી જે નુકસાન ભવિષ્યમાં થવાનું છે એને અટકાવી શકાય.
અને જો ભગવાન સાથે એકરૂપ થઈ જઈએ ને તો દુનિયાનાં કોઈ પણ દુઃખ કે તકલીફો નજીક પણ ન આવે.
#એકરૂપ