કેટલાં પરિમાણ ?
કેટલાં પ્રશસ્તિપત્ર ?
કેટલું અભિવ્ક્તિ નું આંકલન ?
પ્રેમની પ્રસ્તુતિ માટે...
પ્રેમના બ્રાંડ એમ્બેસેડર બનવાની હોડમાં
વ્હોટસપ, વિડીઓ કોલિંગ, પ્રોફાઈલ પીક ને
ઓક્સીજન ના બાટલાની જેમ ૨૪ કલાક ટીંગાડીને ફરતાં
અને સેટેલાઈટ ને શ્વાસ ચઢી જાય એટલુ કન્વર્સેશન
એક ક્ષણ માત્રનું એરર
પુરા માહોલને હોરર બનાવી દે
હવે થોડા ફલેશબેક માં જઈએ...
જયારે સંચારનું કોઈ માધ્યમ નહતું
પ્રેમપત્રો જ પ્રાણવાયું નું કામ કરતા
એથી થોડા પાછળ જઈએ
કાગળ કલમ નહતા
પત્થર યુગમાં
કઈ રીતે કરતાં હશે પ્રેમના અભિવ્યક્તિની આપ લે ?
૫ ઇંચના રમકડાં મા દિનરાત રત
આજના જનરેશન માટે હવે પ્રેમ ને
એક ઓફિસિયલી ગેમ જાહેર કરવાનું બાકી છે
કોઈ એક અંધ, મુક કે બધીર
કપલ એક બીજાની
ઊર્મિ. અહેસાસ કે અભિવ્યક્તિ માટે
કઈ ટેકનોલોજી નો ઉપયોગ કરતાં હશે ??
કોઈ પ્રમાણ કે પેરામીટર ની જરૂર ખરી ??
દિવ્યપ્રેમને ઈન્ટરનેટ ની નહિ
અંતરનાદ ની જરૂર પડે.
#Kavydrishty
-વિજય રાવલ