એ નથી પાસે સતત તો શું થયું ?
આજ બદલાયું જગત,તો શું થયું ?
પ્રેમથી ભુલી જઈશું એમને ,
પ્રેમના થોડો વખત,તો શું થયું ?
એય પથ્થરને ઉપર મૂકી શકે ,
જો હદય બનશે સખત,તો શું થયું ?
જો હદયની આમ કિંમત થાય ના ,
ક્યાંક દેવાયું મફત,તો શું થયું ?
દોષ તો તકદીરનો માની શકો ,
કૈજના પગલું ગલત,તો શું થયું ?
માર્ગમાં ફુલો સજાવી હું ઊભી ,
એ નહી આવ્યા પરત,તો શું થયું ?
તન અલગ પણ મન સદા સાથે જ છે ,
એ પ્રભુ જુદા કરત, તો શું થયું ?
લાગણી વ્યવહાર છે , વેપાર નહી ,
કંઈ જ ના રાખી શરત, તો શું થયું ?
રોશની થી એય ક્યાં છે બેખબર ,
દીપ કાયમ ના બળત,તો શું થયું ?