#અમસતી_વિચારધારા_Post_3
#નથી_કોઈનો_પક્ષ_ખેંચવો ,
#સમયે_ફક્ત_છે_ન્યાય_જોવો !
•મિત્રો,હાલ કંગના રનૌતને જે રીતે એક વાતમાં ઘેરીને ટારગેટ કરવામાં આવી તે ખરેખર માણસાઈ દુનિયામાં મરી પરવારી છે તેનું સચોટ ઊદાહરણ છે.
•કંગનાએ ફક્ત મુંબઈ પોલીસ અને મુંબઈ સરકારની બેદરકારી ઊપર પોતાની વાત રજૂ કરી અને તેના જવાબમાં મુંબઈ સરકારે જે પલટવાર સ્વરૂપમાં તેનું ઘર અને ઓફિસ ગેરકાયદેસર ધરાશાઈ કરી નાખ્યા તે ખરેખર બહુ જ કરુણંતાની વાત છે.
•લોકોને આશરો અપાતો તે સમય ગયો અને અત્યારે આશરો આપવો તો દૂરની વાત છે પણ કોઈના મહેનતના આશરાને એક નાના અધિકારની વાત ઊપર પછાડી પાડવો તે મામૂલી વાત બનતી જાય છે.
•કંગનાની વાત સમજાવવા માટે જો તેને આટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય તો આ દેશ કેવાનો લોકશાહી પ્રધાન દેશ છે.જનતાને એક અધિકાર અપાતાં દેશમાં જો આવું થાય તો આવા અધિકારને શું કરવા?
•નથી જોઈતા આવા અધિકાર કે જે અધિકારને પણ નીચી નજરે જોવા ઊપર મજબૂર કરે.
•અત્યારના સમયમાં લોકોની માનવતા ગઈ અને ફક્ત સતા,ખોટા અધિકારો,ધમકી,માર-ફાડ અને પૈસા આ બધી વસ્તુઓ ઊપર માણસ ચાલતો થઈ ગયો છે.તે સમય પણ આવશે જ જ્યારે માણસની મરી ગયેલી માણસાઈને ફરી એકવાર ભગવાન જીવીત કરશે.
•તે શું કામનું કે ભગવાન આપણને વારંવાર ઝટકા આપીને સમજાવે અને આપણે ન સમજી શકીએ.તે સમય પણ દૂર નથી જ્યારે માણસ તેની બધી સીમાઓ પાર કરશે અને સમગ્ર માનવજાતિ એક ભયાનક વિનાશ તરફ હશે.
•હું મારી દરેક પોસ્ટમાં એક જ વાત વારંવાર રિપીટ કરું છું કે,આપણે માણસ છીએ તો તેના જેવું યોગ્ય વર્તન રાખીએ.
•"હું માણસ માનવી થાવ તોય ઘણું."
-જયરાજસિંહ ચાવડા