*એક વકીલની ગઝલ*
*કેસમાં તેં ક્યાં હજુ જીત ચાખી છે?*
*આખેઆખી સુનવણી હજુ બાકી છે,*
*પુરાવા ગમે તે રજૂ કર એ મિત્ર,*
*પુરવાર એ થવાના હજુ બાકી છે,*
*મુદતો લઇ-લઇ તું કેટલું ભાગીશ?*
*અરજી અર્લી હિયરિંગની નાખી છે.*
*ભલે ને કર્યું તેં ધારદાર એફિડેવિટ,*
*રીપ્લાય સામે હજી મારો બાકી છે.*
*કર્યા કર રજુ તું સાક્ષીઓ અનેક,*
*ઉલટતપાસ અહી મારી બાકી છે,*
*જજનો મિજાજ જોઇ હરખા નહિ,*
*પ્લીડિંગ્સ-સબમિશન હજુ બાકી છે,*
*ક્લાયન્ટને કહી દે તાળી ના પાડે,*
*ફાઇનલ આર્ગ્યુમેન્ટ્સ હજી બાકી છે.*
*સિનિયર કાઉન્સેલો છે મારે પડખે
*પણ મેં ય ક્યાં ખોલ્યાં છે બધાં પત્તાં*
*જે તેં જોયું છે એ તો ફક્ત ઝાંખી છે*