અચાનક અડી ગયુ અતીતનું કોઈ મિત સંગ ગણગણે લું કોઈ ગીત
અને
ઉઠી સોળ લીલી નસોમાં
પછી.. તૂટી સાંકળ,
પાંપણની
અને...
વેરાયા
સંઘરેલા
સંસ્મરણો ના મોતીડાં
લીલી નસોમાં
પીળી પડી ગયેલી પીડાનું પ્રતિનિધિત્વ
કરતાં..
કહે...
ઓલા સૂરજને..
તારા પ્રકોપના પ્રારંભ પહેલાં તો હું..
કરી લઉં છું
લીલાલહેર..
નામ
ઝાકળબિંદુ રાખી ને.
#Kavydrishty
વિજય રાવલ ૧૨/૦૯/૨૦૨૦