મારી મમ્મી નાં અચાનક દેહાંત થી મને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો.જાણે હવે બધું જ ખતમ થઈ ગયું છે.માત્ર શ્વાસ જ ચાલતા હતા.પણ જીવ તો હતો જ નહિ એવો જ અનુભવ થયો હતો અને આ ઊંડા આઘાત મને અંદર થી એ હદે થી તોડી દીધી હતી કે હું સંપૂર્ણ પણે તુટી ને વિખરાઈ ગઈ હતી.તેમ છતાં પણ તમામ રીતે હિમ્મત ભેગી કરી ને આગિયા પક્ષી ની જેમ ધીરે ધીરે ભેગા થઈ ને ફરી બેઠા થઈ પણ એટલું ચોક્કસ કહીશ કે આપણી અંદર રહેલો એક બહેતર ઇન્સાન બહાર ઉભરી આવે છે.
એટલે જીવન માં ક્યારેક એવી કોઈ મુશ્કેલી આવે તો ક્યારેક તૂટી ને વિખરાઈ જવા માં પણ એક અલગ જ મજા હોય છે.કેમ કે શું ખબર આપણી અંદર રહેલો એક બહેતર માણસ નો જન્મ થવા નો કદાચ લખ્યો હોય તો એટલે ડરવું કે ગભરાવું નહિ પણ તમામ પરિસ્થિતિ નો સહજતા થી સ્વીકાર કરવો.અને સતત આગળ વધતા રહેવું.કેમ કે the show must go on
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ