world suicide prevention day
" આત્મહત્યા "
જીવન પાછું લેવાનો,
હક માત્ર એનો જ છે,
જેણે જિંદગી આપી તને,
તું કોણ? ખુદ નિર્ણય લેનાર,
જેણે જીવન આપ્યું,
એમણે કંઇક સારુ જ વિચાર્યુ હશે તારુ...
દુઃખ,દર્દ ને તકલીફ માત્ર તારે જ નથી,
છે બધાને જ થોડા-થોડા અહીં,
જખમી સૌ છે સમયના વહેણથી,
ના કર ચિંતા તું,
રસ્તો પણ સમયાંતરે મળતો રહેશે,
વીતતો સમય જ દવા છે દર્દોની...
શીદને? બેહાલ થઈ ફરે છે,
દગો તને નહીં બધાને મળ્યો છે ક્યારેક,
વિશ્વાસ કરીને કોઇ હારી ગયું,
તો કોઈ વિશ્વાસ નિભાવી,
ખુદ પર ભરોસો રાખજે,
તો જાતે જ ઉભો થઇ શકીશ...
ખભાનો સહારો ના માંગ,
કદમોને તારા બુલંદ બનાવ,
જીવી બતાવ તું એવી રીતે,
કે તું ઉમ્મીદનું ઉદાહરણ બને,
આશ છોડીશ નહીં, સાથે છે ઈશ્વર,
ના વિચારીશ હવે કદી,
આત્મહત્યા...!